Top

Surksha Setu

તા.૩-૦૫-ર૦૧૩ના રોજ પોલીસ અધિક્ષકની કચેરી,ગાંધીનગર ખાતે સુરક્ષા સેતુ ના ચેરમેનશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલ જે મીટીગની નોધ:-

મીટીગમાં હાજર સભ્યો

  • (૧) ચેરમેનશ્રી કલેકટરશ્રી ગાંધીનગર
  • (ર) શ્રી શરદ સિંઘલ પોલીસ અધિક્ષક,ગાંધીનગર- સભ્ય શ્રી
  • (૩) શ્રી વી.આર.ગોસાઇ ડી.ઇ.ઓ.ગાંધીનગર -સભ્ય શ્રી
  • (૪) શ્રી બી.જે.ભટ્ટ ડી.ડી.ઓ.ગાંધીનગર-સભ્ય‍શ્રી
  • (૫) શ્રી આર.વી.શાહ ટી.ઓ.ગાંધીનગર -સભ્ય-શ્રી
  • (૬) શ્રી એચ.એન.શરૂ એ.આર.ટી.ઓ.ગાંધીનગર -સભ્યીશ્રી
  • (૭) શ્રી બી.સી.ઠકકર ઇ.ના.પો.અધિ.મુ.મ.ગાંધીનગર સભ્યિ સચિવશ્રી

માન.કલેકટરશ્રી ગાંધીનગરની અધ્યુક્ષતા માં સુરક્ષા સેતુ અંગેની મીટીગ યોજવામાં આવેલ જેમાં હાજર સભ્યોને અધ્યઅક્ષશ્રીએ આવકાર્યા અને સર્વે પ્રથમ પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંઘલએ ગાંધીનગર પોલીસ તરફથી સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ કરવાની કામગીરી અંગેની પ્રેઝન્ટેગશન રજુ કર્યું. ત્યારબાદ નીચે જણાવેલ મુદ્દાઓ ૫ર ચર્ચા થઇ.

(૧) પ્રેઝન્‍ટેશન બાદ મુખ્‍ય મહેમાન શ્રી શ્રી ર્ડા.શમશેરસિંઘઆઇ.જી.પી,ગાંધીનગર રેન્‍જ નાઓએ તરફથી સુચના થયેલ કે, ગાંધીનગર જીલ્‍લામાંથી જુદી જુદી જગ્‍યાએ પસાર થતી કેનાલોમાં પડી આપધાત કરવાના બનાવોનું પ્રમાણ વધારે છે.તો આવા બનાવોનું પ્રમાણ રોકાવા માટે 'જીંદગી હેલ્‍પલાઇન' નામનું પ્રોજેકટ રજુ કરી શકાય. જેમાં શાળા કોલેજના પ્રિન્‍સીપાલ, એન.જી.ઓ.,તેમજ સાયકોલોજીસ્‍ટની મદદ લઇ શકાય જેમાં કેનાલો પાસે 'જીંદગી હેલ્‍પલાઇન' બોર્ડ મુકી શકાય. જેમાં દરકેના ટેલીફોન નંબર લખાવામાં આવે, તો આવા આપધાતના બનાવોનું પ્રમાણ નિયંત્રીત કરી શકાય. અને લોકોની અમુલ્‍ય જીદગી બચાવી શકાય.

(ર) દારૂના વ્‍યવસાય સાથે મજબુરીથી સંકાળાયેલ મહીલાઓનો આવો વ્‍યવસાય છોડાવી તેઓને અન્‍ય વ્‍યવસાય અપાવી શકાય જેના માટે જીલ્‍લા કલેકટરશ્રીના હસ્‍તક અનેક યોજનાઓનો લાભ અપાવી તેઓ પણ ગૌરવપૂર્ણ વ્‍યવસાય કરી શકે તે દિશામાં સઘન પ્રયત્‍નો કરવા. આ સુચન બાબતે માન.કલેકટરશ્રીએ પણ અનુમોદન આપેલ અને પોલીસ અને રેવન્‍ય વિભાગ સંયુકત રીતે આ પ્રોજેકટ હાથ ધરી દારૂ સાથે સંકળાયેલ મહીલાઓના પુર્નઉત્‍થાન માટે કામગીરી કરી શકાય. તાલુકા મામલતદાર તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એક બીજાના સંકલનમાં રહી પ્રોજેકટ અમલવારી કરશે.   તેમજ આવો કોઇ પ્રોજેકટ બનાવવામાં આવે જેમાં પ્રજાનો સાથ-સહકાર લઇ તે અંગેની,તેમજ તેઓના સુચનો પણ ધ્‍યાને લઇ,અમલ કરવાથી પ્રોજેકટ સફળ થઇ શકે છે.

(૩) સભ્ય-શ્રી આરોગ્યમ વિભાગ તરફથી રજુઆત થયેલ કે,ગ્રામ્ય્ વિસ્તા્રમાં ફરજ બજાવતા ફીમેલ હેલ્થે વર્કર,આશા વર્કર, આગણવાડી સંચાલક, તેડાગર, ફીમેલ હેલ્થક સુપરવાઇઝરનાઓને ઘણી વખત સ્થા નિક લોકો તરફથી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આ મુદ્દા બાબતે માન.મુખ્યભ મહેમાનશ્રી તરફથી સુચન મળેલ કે,દરેક પોલીસ સ્ટેસશનના થાણા ઇન્ચારર્જશ્રી દ્રારા પો.સ્ટેય. વિસ્તાનરના દરેક ગામોમાં ગ્રામ્યે સુરક્ષા સમિતિની મીટીગ દર માસે યોજવામાં આવતી હોય છે તો તે સમિતિના સભ્યે તરીકે તેઓની નિમણૂક કરી શકાય અથવા ગ્રામ્યા સુરક્ષા સમિતિના મહીલા સભ્યતને પણ તેઓની મુશ્કેરલી સંબંધી રજુ કરવાથી પણ મીટીગ દરમ્યાેન તેઓની મુશ્કેસલીઓનો નિકાલ થઇ શકે.

(૪) ગાંધીનગર જીલ્લાેના મુખ્યં શહેરો વધતા વાહનોની સખ્‍યાને કારણે ટ્રાફિક નિયમન સારૂ પોલીસ,હોમગાર્ડ તેમજ ટ્રાફિક બ્રિગડના જવાનો કાર્યરત છે.તે ઉપરાંત પણ ટ્રાફિક એર્ડવાઇઝરી કમીટી બનાવી જેમાં આર.ટી.ઓ.વિભાગ,એસ.ટી.નિગમ,મામલતદાર,પોલીસ વિભાગ, જીલ્લાક શિક્ષણ વિભાગ તેમજ એન.જી.ઓ.નો ઉપયોગ કરી શકાય તેમજ ટ્રાફિક પાર્ક બનાવી શકાય જેમાં ડી.ઇ.ઓ.શ્રી તથા ડી.પી.ઓ.શ્રી દ્રારા તમામ શાળા કોલેજોના પ્રિન્સીેપાલને મળી વિર્ધાથીઓને ટ્રાફિકના નિયમોથી માહીતીગાર કરી શકાય તેમજ શાળા કોલોજેમાં સેમિનાર યોજીને વિર્ધીથીઓના વાલીઓને પણ સામેલ કરી ટ્રાફિક નિયમો તેઓના માટે શા માટે જરૂરી છે.

(૫) ટ્રાફિકના નિયમોની અમલવારી તેમજ જાગૃતતા લાવવાની કામગીરી પોલીસ દ્રારા કરવામાં આવશે.તેમજ ટ્રાફિક એર્ડવાઇઝરી કમીટીની મીટીગ દર માસે સંકલન સમિતિની મીટીગ બાદ લેવી.જેમાં ટ્રાફિકને લગતા પ્રશ્નોની ચર્ચા કરી નિરાકરણ કરી શકાય.તેમજ જે જગ્યાાએ વધુ ટ્રાફિક રહેતો હોય ત્યાંા જરૂરી વન-વે બનાવી શકાય તેમજ જરૂરી લાઇટીગની વ્ય વસ્થા્ કરી ટ્રાફિક સાઇન બોર્ડ મુકી ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય.તેમજ પાર્કીગ એરીયા નકકી કરી વ્યનવસ્થિરત પાર્કીગ કરી શકાય. તેમજ ટ્રાફિકની જાગૃતતા લાવવા માટે જીલ્લાી રમત-ગમત વિભાગ દ્રારા જુદી જુદી જગ્યાપએ ટુર્નામેન્ટાનુ આયોજન કરી જેમાં પણ ટ્રાફિકના નિયમોને લગતુ પ્રદર્શન ગોઠવી જાગૃત્તિ લાવી શકાય.

(૬) મહીલાને સેલ્ફ ડીફેન્સ તાલીમ માટે પોલીસ અઘિક્ષકશ્રી ગાંધીનગર દ્વારા એક્ષ૫ર્ટ પોલીસ હેડ કવાટર ખાતે તાલીમનું અયોજન કરવું જેમાં પ્રથમ તબ્બકેમહીલા પોલીસ તથા મહીલા એસ.ટી. ક;ડકટરો માટે આયોજન કરી બાદમાં અન્ય મહીલાઓ માટે ૫ણ આયોજન કરવું.ગાંધીનગરના મહત્વના એન્ટ્રી તથા એકઝીટ પોઇન્ટો ૫ર CCTV કાર્યરત કરવા. મહત્વના પ્બલીક સથળો જેવાકે બેંક, મોલ, સીનેમાગૃહ, શોપીંગ સેન્ટર આજુબાજુના પાનના ગલ્લાકે ચાની કીટલી વાળાને હોક-આઇ પ્રોજેકટ અંર્તગત સામેલ કરવા.

ઉપરોકત તમામ બાબતેને વધુ સરળતાથી નિભાવી શકાય તે માટે પંદર દિવસ બાદ જીલ્લાય તમામ પોલીસ ઓફીસર ,સોસાયટીના તમામ સભ્‍યોનુ એક વર્કશોપનું આયોજન કરવું.

Appreciable Work

  • Good Work and Activities done by Gandhinagar police are attached here. Gandhinagar Police's Appreciable Work is listed here

    Gandhinagar Police

View All

Photo Gallery

Find your Police Station